બોટાદનો શાબ્દિક અર્થ થાય છે. "બોટ" એટલે ગોખરૂ અને "આદ" એટલે સમૂહ. જયાં ગોખરૂના સમૂહો એટલે કે જમીનમાં પુષ્કળ ગોખરૂ થાય છે. તે જગ્‍યા એટલે બોટાદ. " લોકોકિત પ્રમાણે બોટાદ ગામે ભોજભાઇ ખાચરે ઇ.સ. ૧૬૬૬ સંવત ૧૭૨૨માં ગામનું તોરણ બાંધ્‍યું. આ ગામ એ પાંચ ગામને ભાંગીને નવું સ્‍થાપ્‍યું હતું. જેવા કે ભોમવદર,સમળી,ધોળી,સાંઢગઢ અને ભોજાવદર " બોટાદની સ્‍થાપ‍ના અને શરૂઆતના ઈતિહાસ માટે ઘણી લોકોકિત્તઓ પ્રચલિત છે. વાલમ નામના વણજારાએ સ્‍વપ્‍નમાં માતાજીએ દર્શન આપ્‍યાં અને મંદિર બંધાવવા કહ્યું. વણજારાએ બંધાવ્‍યું તે મંદિર આજના બોટાદની મધ્‍યે આવેલ અંબાજી માતાનું મંદિર, એમ માનવામાં આવે છે.

વધુ માહિતી...

શ્રીમતી ધર્મિષ્ઠાબેન યુ. જોટાણીયા

પ્રમુખશ્રી

બોટાદ નગરપાલિકા

શ્રી પાર્થવન ગોસ્વામી


ચીફ ઓફીસરશ્રી

બોટાદ નગરપાલિકા

બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્‍લામાં જિલ્‍લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્‍દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્‍લાની ચર્તુ :સીમાએ આવેલ છે.

ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.

વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.

પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.

નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.