શહેર -
 
     શહેરીકરણની ઝડપી પ્રક્રિયાને ધ્‍યાને લઇ શહેરીજનોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાના વિરાટ પડકારને પહોંચી વળવા તથા સુંદર, સ્‍વચ્‍છ અને વિકાસલક્ષી શહેર બની રહે અને વિકાસ માટેની જરૂરીયાતોને ધ્‍યાનમાં રાખીને રાજય સરકારશ્રીની સને - ર૦૧૦ની સ્‍વર્ણિમ ગુજરાત વર્ષની ઉજવણીને ધ્‍યાનમાં રાખી સ્‍વર્ણિમની ગ્રાંટ ઉપરાંત સરકારશ્રીની બાજપાઇ નગર વિકાસ યોજના, અમૃતધારા યોજના તથા નગરપાલિકાને શહેરી વિકાસ વર્ષ અન્‍વયેની મળેલ ખાસ નાણાંકીય સહાયથી તથા નગરપાલિકા પોતાના ભંડોળમાંથી તેમજ લોકસહકાર વડે શહેરીજનોને આંતરમાળખાકીય સુવિધાઓ પુરી પાડવા બોટાદ નગરપાલિકા ધ્‍વારા શ્રેણીબધ્‍ધ વિકાસ કામોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.