ભૌગોલિક પરિસ્થિતિ -
 
      બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્‍લામાં જિલ્‍લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્‍દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્‍લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
    ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો કી.મી. વિસ્તારમાં આવેલ છે.
   પાક : બોટાદ તાલુકામાં સામાન્‍ય રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
   નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્‍ય છે.