જોવાલાયક સ્‍થળો -
 
સાળંગપુર (હનુમાનજી) -
     બોટાદથી પૂર્વ દિશામાં ૧૧ કિ.મી.ના અંતરે સ્‍વામીનારાયણ સંપ્રદાયનું સુપ્રસિધ્‍ધ સાળંગપુર તિર્થસ્‍થળ આવેલ છે. ને સાળંગપુર હનુમાનજીના નામે વિખ્‍યાત છે. આ મંદિરની સ્‍થાપનાનો ઇતિહાસ કંઇક આમ છે.
      આ અમારૂ સાળંગપુર ગામ છે તે શ્રીજી મહારાજની બહુ પ્રસાદીનું છે તેથી સંતો - હરિભકતો આવે તો છે જ, પણ અમો આર્થિક રીતે વ્‍યવહારે દુર્બળ હોવાથી તેમની સેવા સારવાર પણ કરી શકવા શકિતમાન ન હોવાથી સંતો રોકાતા નથી અને અમે આગ્રહથી રાખી શકીએ એમ પણ નથી જેથી સત્સંગ અને સંત સેવાથી વંચિત રહીએ છીએ. એમ જણાવી વાઘા ખાચર બહુ દિલગીર થઇ ગયા. સ.ગુ.ગોપાળનંદ સ્‍વામી થોડીવાર ગંભીર બની ગયા વળી વાઘા ખાચરની નિષ્‍કામી ભાવના, સેવાવૃતિ અને આર્થિક સ્થિતીથી પણ પોતે અજ્ઞાન ન હોતા. થોડીવાર પછી સ્‍વામી બોલ્‍યાકે "વાઘા ખાચર! હું તમને એક ભાઇ કરી આપુ જેથી તમારી બધી જ ફરિયાદો દૂર થઇ જશે." વાઘા ખાચર સ્‍વામીની આ વાતોમાં કાંઇ સમજી શકયા નહિ, જેથી અવાક બની રહ્યા પછી સ્‍વામીશ્રી બોલ્‍યા કે ભીડ ભાંગે એવા હનુમાનજી મહારાજની પ્રતિષ્‍ઠા હું તમારા ગામમાં કરી આપુ જેથી તમારી બધી મુશ્‍કેલીઓ દૂર થશે. એમ કહી સ્‍વામીએ કાનજી મિસ્‍ત્રીને ચિત્ર કરી આપી હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાવી સં.૧૯૦પનાં આસોવદ પના દિવસે શાસ્‍ત્રોકવિધી પ્રમાણે સ્‍વામીનાં સ્‍વહસ્‍તે તે પ્રતિમાની સ્‍થાપના કરી તથા નૈષ્‍િઠવ્રતી એવા સ.ગુ.શુકસ્‍વામી તથા ગોવિદાનંદ સ્‍વામી પાસે આરતી ઉતાર્યા બાદ સ.ગુ.ગોપાળાનંદ સ્‍વામી એક દ્દષ્‍િટથી લાકડીના ટેકે ઉભા રહીતે હનુમાનજીની મૂર્તિ તરફ જોઇ રહ્યા અને પોતાનાં યોગૈશ્વર્યથી હનુમાનજી પ્રત્‍યક્ષ આવિર્ભાવ પામે એવો સંકલ્‍પ કરવા લાગ્‍યા. ત્‍યાં તો હનુમાનજીની મૂર્તિ થર થર ધ્રુજવા લાગી અને જાણે બોલી ઉઠશે તેમ લાગવા માડયું. ત્‍યારે કેટલાક સંતો - હરિભકતો હાજર હતા પૈકી મુકતાનંદ સ્‍વામીએ કહ્યું કે સ્‍વામી હનુમાનજીમાં આવુ વધારે પડતું ઐશ્વર્ય પ્રગટ થશે તો ધોલેરા તથા ગઢડા દર્શન કરવા કોઇ નહિ જાય. એ સાંભળી સ્‍વામીએ દ્દષ્‍િટ પાછી લીધી અને કહ્યું કે મારી ઈચ્‍છા તો હનુમાનજીનાં દર્શન તથા માનતા, બાધા વગેરે કરનારનાં કષ્‍ટ દૂર થશે માટે દેવનું નામ કષ્‍ટભંજન હનુમાનજી છે. ભૂત-પ્રેતાદિકનો ગમે તેવો ઉપદ્રવ હોય તો પણ તે વ્‍યકિતને હનુમાનજી પાસે લાવવામાં આવે તો તદન સારૂ થઇ જાય છે જેથી ભારતભરમાંથી ઘણા દૂ:ખીયા લોકો સાળંગપુર આવે છે.
 
શ્રી વિસામણ બાપુની જગ્‍યા - પાળિયાદ
     બોટાદથી પશ્વિમ દિશામાં ૧પ કિલો મીટર દૂર પવિત્ર ગોમા નદીના કિનારે પાળિયાદ આવેલું છે. જે વિસામણ બાપુની જગ્‍યા નામે સુ્પ્રસિધ્‍ધ છે. સૌરાષ્‍ટ્રની પાંચાલ ભુમિ દેવભૂમિ તરીકે જાણીતી છે. આથીજ પાળિયાદનું ધાર્મિક દ્દષ્‍િટએ વિશેષ મહત્‍વનું સ્‍થળ છે.
     આ જગ્‍યાના સ્‍થાપક શ્રી વિસામણબાપુનો જન્‍મ સં.૧૮રપનાં મહાસુદ પાંચમને રવિવારે પાળિયાદ ગામે કાઠી કુળમાં થયેલો. આ વિસામણ નાનપણથી જ તેજસ્‍વી પુરૂષ તરીકે ખ્‍યાતી પામેલ અને તેઓ રામાપીરનો અવતાર હોવાનું કહેવાય છે.
     ત્‍યારબાદ જગ્‍યાના મહંતપદે શ્રી લક્ષ્‍મણબાપુને સં.૧૮પપમાં સોંપી પૂ.વિસામણબાપુએ જીવન લીલા સંકેલી લીધી. પૂ.વિસામણબાપુએ લક્ષ્‍મણ મહારાજને કહેલ કે ‘સાધુ-સંતો તેમજ ગાયોની સેવા કરજો અને અભ્‍યાગર્તોને ટૂંકડો આપજો, તમારી પેઢીએ પીર પાકશે.’
 
બોટાદ જિલ્‍લાનું એકમાત્ર શનિદેવનું મંદિર-કુંડળ -
     બોટાદ જિલ્‍લાનાં દર્શનીય તિર્થસ્‍થાનોમાં શ્રી શનિદેવનું મંદિર આવેલ છે. બોટાદથી સાળંગપુર-કુંડળ જતા ર૧ કિ.મી. ના અંતરે અને બરવાળાથી પ કિ.મી. નાં અંતરે આવેલું જિલ્‍લાનું એકમાત્ર શનિ મંદિર છે. વર્તમાન સમયે શનિની પીડામાંથી મુકત થવા અને શનિ મહારાજની પ્રસન્‍નતા મેળવવા દર શનિવાર અને અમાસનાં દિવસે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શને જતા અસંખ્‍ય યાત્રાળુઓ રસ્‍તામાં જરૂર શનિદેવનાં મંદિર કુંડળની મુલાકાત લે છે અને શનિમહારાજને તેલ અને અડદનો અભિષેક કરી શનિકૃપા પ્રાપ્‍ત કરે છે. શનિમહારાજની જયંતિનું અહિ વિશેષ મહત્‍વ જોવા મળે છે. આ દિવસે સમગ્ર ગુજરાતમાંથી અસંખ્‍ય યાત્રાળુઓ અહીં આવી દર્શન-પૂજનનો લાભ છે છે. આવું જિલ્‍લાનું એક માત્ર શનિદેવનું મંદિર - કુંડળ ધર્મપ્રેમી ભકતોમાં આકર્ષણનું કેન્‍દ્ર છે.