કપાસ અને ખાદ્ય અનાજોની ખેતી કરતી આ વિસ્તા રની પ્રજામાં કપાસના જિનિંગ કરી, પ્રેસિંગ કરી દેશના સ્પિનિંગ, વિવિંગ ઉદ્યોગને કાચો માલ પૂરો પાડવાનો ઉદ્યોગ આ શહેરના સાહસિકોને પરવડે તેવો હોઇ, અહીં મોટી સંખ્યાંમાં જિનિંગ ફેકટરીઓ થઇ શકી છે. અને તેમાંથી નભી શકે તેટલી પ્રેસિંગ ફેકટરીઓ થઇ છે. આજે તો પાળીયાદ રોડ ઉપર અનેક નવાં એકમો ઊભાં થયાં છે. તેલીબિયાં પીલીને પેકીંગ દ્વારા ખાદ્ય - અખાદ્ય તેલો તૈયાર કરવાની પ્રોસેસીંગ ફેકટરીઓ પણ ચાલે છે. |
મશીનો, ઓઇલ એન્જિન, ઇલેકટ્રીક વોટર પંપના કારખાના પણ થોડાક ચાલી શકે છે. પરંતુ કારમા દુષ્કા ળના કાળમાં જમીન સાથે બાથોડીયા ભરતાં આ વિસ્તાસરના તળપદ માનવીઓનો પાષાણરૂપે પૂજાતો ભગવાન હીરારૂપે જાણે તારવાં આવ્યો છે. બોટાદના હિફલી વિસ્તાારમાં અને છુટક છુટક શહેરનાં અન્યઓ વિસ્તાસરોમાં પણ નાના- મોટા સેંકડો હીરાનાં કારખાના શહેરના અને આસપાસના ગામના યુવાનોને રોજગારી પૂરી પાડે છે. |
ઔદ્યોગિક માહિતી -